અમરેલી જિલ્લામાં કોર્ટે સજા ફટકાર્યા બાદ ઘણીવાર આરોપીઓ જેલમાં જવાને બદલે બારોબાર નાસી જાય છે. જેથી આવા આરોપીઓને પકડવા માટે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક, સંજય ખરાત નાઓએ સૂચના આપેલ હોય જિલ્લામાં બેન્ક લોન લઈ પૈસા ન ભરવા નાસતજ-ફરતા આરોપી હોય જેઓને નામદાર લીલીયા કોર્ટ દ્વારા સજા પાડવામાં આવેલ હોય જે અંગે આવા આરોપીઓને પકડી પાડવા સઘળા પ્રયત્નો કરવા અને આવી બદી સંપૂર્ણ નાશ કરવા આપેલ ખાસ સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ. ચીરાગ દેસાઇ દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આઇ.જે. ગીડાના સીધા માર્ગદર્શન હેઠળ લીલીયા પો.સ્ટે.ની પોલીસ ટીમે મ્હે.જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ લીલીયા કોર્ટમાંથી ૬ માસની સજાનું વોરંટ ઇસ્યુ થયેલ હોય જે સજા વોરંટના કામે ચોક્કસ બાતમી આધારે નાસતા-ફરતા આરોપીને લીલીયા પોલીસ ટીમ દ્વારા પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં પકડાયેલ આરોપી ધીરૂભાઇ નાનજીભાઇ વધેડીયા ઉ.વ.૪૮ ધંધો.મજૂરી રહે.લોકા તા.લીલીયા મોટાને ઝડપી અમરેલી જેલ હવાલે કરવામાં આવેલ છે.