સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલીયામાં પંચ પ્રકલ્પ અનુસંધાને “ગૌ આધારિત
પ્રાકૃતિક ખેતી” અંતર્ગત
વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૨-૦૩-૨૦૨૫ ને બુધવારના રોજ કોલેજના આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ એ. રાઠોડની અધ્યક્ષતામાં તથા પંચ પ્રકલ્પના કોર્ડીનેટર ડા. મહેશ ગઢિયાના માર્ગદર્શનમાં પ્રા. લાભુભાઈ એમ. મેમકિયા દ્વારા “ગૌ આધારિત
પ્રાકૃતિક ખેતી” પ્રકલ્પ અંતર્ગત
‘પ્રાકૃતિક ખેતી’ વિષય પર નિબંધ સ્પર્ધા તથા ગૌ સંવર્ધનની જરૂરિયાત વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્યએ પ્રાચીન અને આધુનિક ખેતી તથા વર્તમાન સમયમાં “ગૌ આધારિત
પ્રાકૃતિક ખેતી” ની જરૂરિયાતનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપેલ હતું. નિબંધ સ્પર્ધામાં કુલ પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં લાઠીયા માનસીબેન બી. પ્રથમ, ડાંગર નિર્મતાબેન બી. બીજા અને ધાધલ દિવ્યાબેન ડી. ત્રીજા નંબરે રહ્યા હતા.