અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં અવારનવાર વન્યપ્રાણીઓ સિંહ અને દિપડાનો ત્રાસ વધવા પામ્યો છે. ત્યારે લીલીયા મોટા તાલુકાનાં મોટા કણકોટ ગામે એક વાછરડો અને ઘેટાંના ચાર બચ્ચાનાં દિપડાએ મોત નિપજાવ્યા હતાં. મોટા કણકોટ ગામે ગત રાત્રીનાં વંડામાં ઘેટાં, ભેંસો, ગાયો રાખેલ વંડાનું રખોપું કરતા ભીમાભાઈ નાજાભાઈ માંગુકા બિમાર હોય તેવો ઘરે સુતા હોય તે દરમિયાન અચાનક મોડીરાત્રીનાં દિપડાએ આવીને વાછરડો તેમજ ઘેટાના બચ્ચાને ઢસડીને અને બે બચ્ચાને પાછળના ભાગે લઈ જઈ મોત નિપજાવેલ હતું. ભીમાભાઈએ જણાવ્યુ હતુ કે દિપડાએ પ થી ૬ ફૂટ ઉંચા વંડામાં કૂદકો મારી પાંચ નાના ઘેટા અને એક નાના વાછરડાનું મારણ કરેલ જાણવા મળેલ હતું. આ બાબતે જંગલખાતાને જાણ કરાતાં તેઓ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.