લીલીયા તાલુકાના અંટાળીયા ખાતે મહાલ કેળવણી મંડળ સંચાલિત અમૃતબા વિદ્યાલય દ્વારા તારીખ ૧૬ ડિસેમ્બર થી તારીખ ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ એમ છ દિવસીય દ્ગ.જી.જી કેમ્પનું આયોજન સંસ્થાના પ્રમુખ અરુણભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌ પ્રથમ સંસ્થાના પ્રમુખ અરુણભાઈ પટેલ, માનદ મંત્રી મગનભાઈ વિરાણી, નિયામક બાબુભાઈ ધામત, આચાર્ય હસમુખભાઈ કરડના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ કરવામાં આવેલ ત્યારબાદ શાળાની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરેલ. ૬ દિવસ કેમ્પ દરમિયાન શાળાના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો દ્વારા ઘરે ઘરે ફરી જનજાગૃતિ અભિયાન, સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો કરી લોક જાગૃતિ માટે પ્રયાસો કરશે.