લીલીયા અને તાલુકાના વિવિધ આંગણવાડી કેન્દ્રો પર પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન, આંગણવાડી કેન્દ્ર ખાતે પ્રારંભિક બાળ સાર-સંભાળ અને શિક્ષણ (ECCE)ની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શાળાએ ન જતી કિશોરીઓની મુલાકાત લેવામાં આવી અને તેમને આગળના અભ્યાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ECCE પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્રમાં ECCE અંગે જાગૃતિ લાવવા માટે ઘરે-ઘરે મુલાકાત કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકોના વાલીઓને તેમના બાળકોને આંગણવાડી કેન્દ્રમાં નિયમિતપણે મોકલવા માટે સમજાવવામાં આવ્યા હતા. વધુમાં, FRS કરીને સગર્ભા અને ધાત્રી માતાઓની THR વિતરણ અંગેની નોંધ કરવામાં આવી અને તેમને તેના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.