લીલીયામાં ગટરના ગંભીર પ્રશ્ન અંગે લીલીયા તાલુકા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી સાથે કોન્ટ્રાક્ટરની બેઠક યોજાઇ હતી. જેમાં કોન્ટ્રાક્ટરને ગટરનું કામ તાત્કાલિક શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી. આ તકે કોન્ટ્રાક્ટરે ત્રણથી ચાર દિવસમાં કામ શરૂ કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત તાલુકા પંચાયતના સ્ટાફ સાથે વિકાસલક્ષી યોજનાની કામગીરી અંગેની સમીક્ષા થઈ હતી. આ તકે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્ય, તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ વગેરે લોકો ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.