લીલીયા – પાંચતલાવડાના હયાત ૩.૭૫ મીટર પહોળા રસ્તાને રૂ.૧૪.૫૦ કરોડના ખર્ચે ૭ મીટર પહોળો કરવા માટે સરકારે મંજૂરી આપી છે.
સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ રોડના સ્ટ્રકચર વાઈડનીંગ અને રિકન્ટ્રક્શનની કામગીરી અને સ્ટ્રેન્ધનીંગ કામ માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતને સ્વીકારવામાં આવી હતી.
આવી કામગીરી બદલ પંથકના રહીશોએ ધારાસભ્ય અને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.