લીલીયા મોટાની સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ ખાતે આરોગ્ય જાગૃતિ વિશે સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં આરોગ્યની જાળવણી અને તેના આયુર્વેદીક ઉપાયો અંગે આયુર્વેદના અનુભવી શૈલેશભાઈ પંડ્‌યાએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. રાજેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ શુક્રવારે યોજાયો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન અધ્યાપક ડો. પ્રકાશ પી. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સામુદાયિક સેવા ધારા તથા દ્ગજીજીના સંયુકત ઉપક્રમે યોજાયેલ હતો. કોલેજના વિદ્યાર્થીઓએ ખુબ રસપૂર્વક આ સેમિનારનો લાભ લીધો હતો. કોલેજના તમામ સ્ટાફે આ કાર્યક્રમ સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.