લીલીયા મોટામાં ભૂગર્ભ ગટરના રીનોવેશન કામમાં સિમેન્ટના ભૂંગળાને બદલે સારી ગુણવત્તાવાળા પી.વી.સી. પાઈપ નો ઉપયોગ કરવા બાબતે લીલીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરીનભાઈ રાજપુરા દ્વારા માગણી કરવામાં આવી છે. આ માગણી સાથે અમરેલીના કાર્યપાલક ઈજનેરને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, પી.વી સી ના હેવી ગેઇજવાળા અને સારી ગુણવત્તાવાળા પાઈપનો ઉપયોગ કરવામાં આવે તો લીલીયામાં ગટરના પાઈપમાં જે માટી અને કાદવ જામ થઇ જાય છે તે પ્રશ્ન રહેશે નહીં. કેમકે અમારા પૂર્વ સરપંચ અને ઉપસરપંચ બાબુભાઈ ધામત દ્વારા જ્યાં જ્યાં ગટરની બંને કૂંડી વચ્ચે જામ થઇ ગયેલા સિમેન્ટના પાઈપ ની જગ્યાએ પી.વી.સી પાઈપથી બાયપાસ કરવામાં આવેલ હતું તે આજ સુધી તેમાંથી ગટરનું પાણી સહેલાઇથી વહે છે.