લીલીયા મોટા ખાતે તાલુકા ભરના આંગણવાડી વર્કર મહિલાઓ દ્વારા નામદાર કોર્ટના હુકમ બાદ સરકાર વર્ગ ૩ અને ૪ માં સમાવેશ કરવાની આવેદનપત્ર મારફત રજૂઆત કરાઈ હતી. લીલીયા તાલુકાના આંગણવાડી મહિલા વર્કરો અને હેલ્પરોએ I.C.D.S કચેરી ખાતે સુપરવાઇઝર પ્રભાબેન રાઠોડ, ડિમ્પલબેન ઓઝા, હર્ષિતાબેન રેણુકાને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથોસાથ મામલતદાર કે.બી. સાંગાણીને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નયનાબેન ગરાણીયાની આગેવાનીમાં આવેદન૫ત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરવામાં આવી હતી.