રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ તાલુકા હેલ્થ કચેરી લીલીયા તથા ટીબી યુનિટ લીલીયાના સંયુક્ત ઉપક્રમે સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીલીયા ખાતે તાલુકાના ગ્રામ્ય કક્ષાના ૧૫ જેટલા ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ આપવામાં આવેલ હતી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીલીયા ખાતે ફરજ બજાવતા ડોક્ટર પ્રતીક દોમડીયા, પરેશભાઈ ગોસાઈ, કલ્પેશભાઈ મકવાણા તથા સંજયભાઈ રાજપરા ટીબી સુપરવાઇઝર દ્વારા દર્દીઓને આરોગ્ય શિક્ષણ, સારવારનો સમયગાળો ,કફ એટીકેટરર્સ પોષણ યોજના જેવા અનેક મુદ્દાઓથી માહિતગાર કરવામાં આવેલ હતા તથા ડોક્ટર પ્રતીક દોમડીયા દ્વારા તમામ દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવેલ હતી.