લીલીયા મોટા ગામે વરસાદી પાણીના સંગ્રહ માટે શ્યામ સરોવર અને ગાયત્રી સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સરોવર અત્યારે કાંપ અને માટીથી ભરાઇ ગયા હોવાથી વરસાદી પાણી તેમાંથી વહી જાય છે, અને પાણીનો સંગ્રહ થઇ શકતો નથી. આથી ગ્રામજનોની માગણી છે કે, તાત્કાલિક અસરથી આ બંને તળાવોમાંથી માટી કાઢીને તેને ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવે, જેથી પાણીનો સંગ્રહ પુષ્કળ પ્રમાણમાં થઇ શકે.