જાફરાબાદમાં લુણસાપુર સીન્ટેક્ષ કોલોનીમાં બબાલ થઈ હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. અતુલકુમાર કુલ્લુકુમાર સોનાર (ઉ.વ.૨૨)એ દિપકભાઈ તથા ચાર લોકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને યુનિટની અંદર મશીન ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી. જે બાબતનું મનદુઃખ રાખી તેમના રૂમ પાસે આવી ગાળો આપી મુંઢ ઈજા પહોંચાડી હતી. જે બાદ સંજેશકુમાર જીતેન્દ્રકુમાર દુબે (ઉ.વ.૨૨)એ રવીભાઈ, અતુલભાઈ, નિરવભાઈ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને થયેલી બોલાચાલી અંગે પૂછતા સારું નહોતું લાગ્યું. ઉપરાંત જેમ ફાવે તેમ ગાળો બોલી બેલ્ટ વડે આડેધડ માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.એમ. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.