વડીયાના લુણીધાર ગામે ગાય સાથે બાઇક અથડાયા બાદ ઈજાગ્રસ્ત થયેલા યુવકનું સારવારમાં મોત થયું હતું. બનાવ અંગે છોટા ઉદેપુરના અને હાલ લુણીધાર ગામે વાડીએ રહેતા દુરસીંગભાઈ બચુભાઈ ધાણકા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, છોટા ઉદેપુરના લીંડી ફળીયાના અને રાજુભાઇ ઉકાભાઇ વેગડની વાડીએ રહેતા ભીમસીંગ ગુલજીભાઈ ધાણકા (ઉ.વ.૩૦) તેમની બાઇક લઇને પસાર થતાં હતા ત્યારે ગાય સાથે અથડાતાં નીચે પડી જવાથી માથાના પાછળના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.