શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળા ખડસલી ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્ય કરી આવેલા તમામ ગુરુજનોનું કુમકુમ તિલકથી સ્વાગત કર્યું ત્યારબાદ વિદ્યાર્થી ભાઈઓ બહેનાએ ‘ગુરુપૂર્ણિમાનો મહિમા’ અંતર્ગત વક્તવ્ય રજૂ કર્યા હતા. જેમાં હિંમતભાઈ ગોડા તેમજ ડોક્ટર દીપકભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા. આ તકે શાળાના ઇન્ચાર્જ આચાર્ય નાનજીભાઈ મકવાણા તેમજ પ્રવીણભાઈ પટેલ, ગોવાભાઇ ગાગીયા તેમજ ભાવનાબેન તેમજ અરજણભાઈ ઉપસ્થિત રહ્યા હતા.