ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદે જણાવ્યું હતું કે, તા.૧૧ના રોજ, લોકો પાયલોટ જીતેન્દ્ર પાંચાલ અને વરિષ્ઠ સહાયક લોકો પાયલોટ જીતેન્દ્ર જાદૌન ગાધકડા-સાવરકુંડલા સેક્શનમાં કિમી સં. ૭૧/૦૧-૭૧/૦ ની વચ્ચે, જ્યારે એક સિંહ અને ત્રણ સિંહના બચ્ચા રેલ્વે ટ્રેકની નજીક દેખાયા, ત્યારે માલગાડીને ઇમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી હતી. ટ્રેન મેનેજર (ગાર્ડ)ને લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટ્રેકર અન્સાર શાયરા દ્વારા ટ્રેક સાફ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, જ્યારે તમામ સ્થિતિ સામાન્ય જોવા મળી, ત્યારે લોકો પાઇલટને ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવાનું કહેવામાં આવ્યું ત્યારપછી ટ્રેનને લોકો પાયલોટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી. સિંહપરિવારને બચાવવા બદલ લોકો પાયલોટને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.