અભિનેતા સલમાન ખાન માટે મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો મેસેજ આવ્યો છે. મેસેજ મોકલનાર વ્યÂક્તએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નજીકનો ગણાવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્‌સએપ નંબર પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો, જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથેની તેની લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનીનો અંત લાવવા માટે અભિનેતા સલમાન ખાન પાસેથી ૫ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. મેસેજ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે સલમાન અને લોરેન્સ ગેંગ વચ્ચે સમાધાન કરાવશે. આ માટે તેણે પૈસા માંગ્યા અને કહ્યું કે જા પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે.
એક ચેતવણી લખી છે, “તેને હળવાશથી ન લો, જા સલમાન ખાન જીવતો રહેવા માંગે છે અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા માંગે છે, તો તેણે ૫ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જા પૈસા નહીં આપવામાં આવે તો સલમાન ખાનની હાલત થશે. બાબા સિદ્દીકીએ આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તપાસ શરૂ કરી છે.
બોલીવુડ અભિનેતા સલમાન ખાનની હત્યાના કથિત કાવતરાના સંબંધમાં નવી મુંબઈ પોલીસે તાજેતરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે સુખબીરે કથિત રીતે ખાનને મારવા માટે બિશ્નોઈ ગેંગના સભ્યોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે ૧૨ ઓક્ટોબરની મોડી રાત્રે એનસીપી નેતા બાબા સિદ્દીકીની બાંદ્રાના નિર્મલ નગરમાં ત્યારે હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓ તેમના પુત્રની ઓફિસમાંથી બહાર આવી રહ્યા હતા. આ ઘટનાને ત્રણ લોકોએ મળીને અંજામ આપ્યો હતો. ૬૬ વર્ષના નેતાને ત્રણ ગોળી વાગી હતી. આ પછી તેને લીલાવતી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે. જેમાં હરિયાણાના રહેવાસી ગુરમેલ બલજીત સિંહ (૨૩), ઉત્તર પ્રદેશના રહેવાસી ધરમરાજ રાજેશ કશ્યપ (૧૯)નો સમાવેશ થાય છે. આ બંને કથિત શૂટર છે. ધરપકડ કરાયેલા અન્ય બે વ્યક્તિઓ હરીશ કુમાર બલક્રમ નિષાદ (૨૩) અને પ્રવીણ લોંકર, “સહ કાવતરાખોર” અને શુભમ લોંકરના ભાઈ છે. પ્રવીણ પુણેનો રહેવાસી છે.મુંબઈ પોલીસે મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ‘લુકઆઉટ સર્ક્‌યુલર’ બહાર પાડ્યું છે. જેથી તેઓને દેશ છોડીને ભાગી જતા અટકાવી શકાય.