માતૃસંસ્થા લોહાણા મહાપરિષદના કુલ ૧૫ ઝોન પૈકી શ્રેષ્ઠ રઘુવંશી ઝોન એવોર્ડ-૨૦૨૪ માટે ઝોન-૪ ભાવનગર, અમરેલી, બોટાદની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ તા. ૩૦ નવેમ્બરના રોજ મુંબઈ ખાતે મહાપરિષદની કારોબારી બેઠકમાં ઝોન-૪ના હોદ્દેદારોને એનાયત કરવામાં આવ્યો હતો. ઝોન-૪ના વિવિધ સેવાકાર્યોને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઝોન-૪માં છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ, આરોગ્ય, સમાજસેવા જેવા ક્ષેત્રે અનેક ઉમદા કાર્યો કરવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ, જરૂરિયાતમંદોને રાશન કિટ, વિધવાઓને સહાય, આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ, મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ જેવી અનેક
પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.