અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોને પોલીસનો જાણે કોઈ ડર જ ન હોય તેમ બેરોકટોક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હતા. જાકે આવા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા માટે ડીજીપી વિકાસ સહાયે ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવા માટે આદેશ આપ્યો હતો. ડીજીપીનાં આદેશ બાદ અમરેલી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી હતી. જિલ્લામાં ૧૧૩ અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે અન્વયે વંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક પ્રવૃત્તિ કરતા ઈસમોનાં રહેણાંક મકાને વંડા પોલીસ અને સાવરકુંડલા પીજીવીસીએલ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા સતિષ કાળુ રહે.પીયાવા, ગૌતમ નરેન્દ્રભાઈ ખુમાણ રહે. સેંજળ અને નરેન્દ્રભાઈ સુરગભાઈ ખુમાણ રહે.સેંજળવાળાનાં રહેણાંક મકાને ગેરકાયદેસર વીજજાડાણ પકડાતા પોલીસે ત્રણેય આરોપી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.