સંસદની જેમ બિહાર વિધાનસભામાં પણ વિપક્ષ દ્વારા ભારે હોબાળો થયો છે. બિહાર વિધાનસભાના શિયાળુ સત્રના આજે ત્રીજા દિવસની કાર્યવાહી દરમિયાન વિપક્ષના ધારાસભ્યો વકફ સુધારાને લઈને ગૃહમાં સતત હોબાળો કર્યાે છે. ધારાસભ્યોના હંગામાને કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. વિપક્ષનું કહેવું છે કે આ મુદ્દે સીએમ નીતિશ કુમારનું મૌન તોડવું જાઈએ.
બિહાર વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ ધારાસભ્યોએ વિધાનસભાના પોર્ટિકોમાં હંગામો મચાવ્યો હતો. વાસ્તવમાં, વિપક્ષી પાર્ટીઓના ધારાસભ્યોએ વકફ સુધારા બિલ વિરુદ્ધ વિધાનસભાના પોર્ટિકોમાં એકસાથે પ્રદર્શન કર્યું.
બીજી તરફ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે વકફ બિલ પર કહ્યું, “વકફ બોર્ડ જે બિલ લાવવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. અમે સંસદમાં તેનો વિરોધ કર્યો, અમે અહીં વિધાનસભામાં વિરોધ કરી રહ્યા છીએ અને અમે રસ્તા પર પણ કરીશું. અમે આ બિલને કોઈપણ સંજાગોમાં પસાર થવા દઈશું નહીં.
આ દરમિયાન રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ અને ડાબેરીઓના ધારાસભ્યોએ સાથે મળીને પ્રદર્શન કર્યું અને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા બિલનો વિરોધ કર્યો. એટલું જ નહીં, આ વિપક્ષી નેતાઓએ વિધાનસભામાં આ બિલ વિરુદ્ધ ઠરાવ લાવવાની પણ માંગ કરી છે.
આ અવસરે વકફ સુધારા બિલને લઈને વિપક્ષી નેતાઓએ કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમારે વકફ પ્રોપર્ટીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. વકફ મિલકતો પર શાળા, કોલેજા અને સરકારી ઈમારતો બનાવવામાં આવી હતી પરંતુ હવે નીતીશ સરકાર મૌન છે. આ બેવડા ધોરણો કામ નહીં કરે. હવે નીતિશ કુમારે મૌન તોડવું પડશે.દરમિયાન, વિધાનસભા સત્રના ત્રીજા દિવસે,એઆઇએમઆઇએમ ધારાસભ્ય અખ્તરુલ ઈમામે રાજ્યમાં ઉર્દૂ શિક્ષકોને પુનઃસ્થાપિત કરવાને લઈને પ્રદર્શન કર્યું.
વિપક્ષે ગૃહમાં વકફ સુધારા બિલના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ધારાસભ્યોએ બેનરો અને પોસ્ટરો સાથે વિધાનસભામાં જારશોરથી પ્રદર્શન કર્યું હતું જેમાં ‘વકફ બિલ પાછું લો’ ના નારા લગાવ્યા હતા. બાદમાં ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી