આખરે વક્ફ સંશોધન બિલ ૨૦૨૪ને સંસદના બંને ગૃહોની લીલી ઝંડી મળી ગઈ છે. બિલ પર બે દિવસ સુધી સંસદમાં ઉગ્ર ચર્ચા જોવા મળી. શુક્રવારે વહેલી પરોઢે આ બિલ રાજ્યસભામાં પણ બહુમતીથી પાસ થઈ ગયું. આ બિલ દ્વારા વક્ફ સંપત્તિઓના મેનેજમેન્ટ અને વિવાદોની પતાવટમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યાં મુજબ આ બિલને મુસ્લીમ મહિલાઓના અધિકારોને મજબૂત કરવા અને તમામ મુસ્લીમ સમુદાયોના હિતોની રક્ષા સ્વરૂપે રજૂ કરાયું જ્યારે વિપક્ષે તેને મુસ્લીમ સમુદાયને નિશન બનાવવાનું ષડયંત્ર ગણાવ્યું. આ બધા વચ્ચે એક રસપ્રદ ઘટના જોવા મળી જ્યારે વિપક્ષને એક મોટો ઝટકો મળ્યો. બન્યું એવું કે બે પક્ષોએ છેલ્લી ઘડીએ પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું.
અસલમાં તેને ભાજપની ગુગલી કહો કે પછી આ બંને પક્ષોનો મૂડ સ્વિંગ કહો પરંતુ બીજેડી અને વાયએસઆરસીપીએ છેલ્લી ઘડીએ પોતાના સાંસદોને મતદાન કરવા માટે સ્વતંત્ર છોડી દીધા. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન બીજેડીના ફ્લોર લીડર સસ્તમિ પાત્રાએ જાહેરાત કરી કે તેમની પાર્ટી પોતાના સાંસદોને વ્હીપ જારી કરશે નહીં. તેમણે કહ્યું કે અમે અલ્પસંખ્યક સમુદાયોની ભાવનાનું સન્માન કરીએ છીએ અને અમારા સાંસદ પોતાની વિવેકબુદ્ધિના આધારે મતદાન કરશે. એ જ રીતે વાયએસઆરસીપીએ પણ પોતાના સાંસદોને મતદાન માટે સ્વતંત્ર છોડી દીધા. તેનાથી વિપક્ષી દળોની રણનીતિ નબળી પડી ગઈ કારણ કે આવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે કોઈ બિન એનડીએ પક્ષો આ બિલ પર વિપક્ષની સાથે ખુલીને પડખે ન રહ્યા.
આ બિલ પર મતદાન પહેલા સુધી બીજેડી વિપક્ષ સાથે હતી પરંતુ છેલ્લી ઘડીએ તેણે પોતાનું સ્ટેન્ડ બદલ્યું. તેનાથી વિપક્ષને મોટો ઝટકો લાગ્યો. આવું પહેલીવાર બન્યું કે જ્યારે કોઈ બિન એનડીએ પક્ષે વિપક્ષના વલણથી અલગ જઈને બિલ વિરુદ્ધ કોઈ કડક વલણ અપનાવ્યું નહી. આ બધા વચ્ચે અમિત શાહે સ્પષ્ટ કર્યું કે ૨૦૧૩ના કાનૂનમાં નાગરિક કોર્ટોમાં વક્ફ સંલગ્ન કેસોની સુનાવણીની જોગવાઈ નહતી. જ્યારે નવા બિલમાં તેને કલીયર કરાયું છે.
કાનૂન મંત્રી કિરેન રિજિજૂએ બિલ રજૂ કરતા કહ્યું કે આ સંપૂર્ણ રીતે સમાવેશી છે અને મુસ્લીમ સમાજના હિતોને સુરક્ષિત રાખવા માટે લાવવામાં આવ્યું છે. તેમણે ક્હ્યું કે વક્ફ સંપત્તિઓનું મેનેજમેન્ટ, નિર્માણ અને લાભાર્થી ફક્ત મુસ્લીમ જ રહેશે. તેમણે વિપક્ષના એ આરોપો પણ ફગાવ્યા કે આ બિલ મુસ્લીમ સમુદાયની વિરુદ્ધમાં છે. રાજ્યસભામાં સદનના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે મોદી સરકારે આ બિલ પર લોકતાંત્રિક પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન કર્યું છે. ૨૦૧૩માં યુપીએ સરકારે ફક્ત ૧૩ સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિ બનાવી હતી જ્યારે અમારી સરકારે ૩૧ સભ્યોની સમિતિ બનાવી.
વિપક્ષના નેતા મલ્લીકાર્જૂન ખડગેએ આરોપ લગાવ્યો કે સરકાર અલ્પસંખ્યકોના અધિકાર છીનવી લેવાની કોશિશ કરે છે. તેમણે કહ્યું કે તમે તેમનું બજેટ ઘટાડી રહ્યા છો, મદરેસાઓની શિક્ષણ યોજનાઓ રોકવામાં આવી છે, મફત કોચિંગ યોજનાઓ બંધ કરાઈ છે અને દાવો કરી રહ્યા છો કે આ બિલ મુસ્લીમ મહિલાઓ અને ગરીબો માટે છે. ખડગેએ આરોપ લગાવ્યો કે સરકાર વક્ફ સંપત્તિઓને એક લેન્ડ બેંક પ્રકારે ઉપયોગ કરીને મોટા કોર્પોરેટ્સને આપવાની યોજના ઘડી રહી છે. કોંગ્રેસ નેતા સૈયદ નસીર હુસૈને પણ આ બિલની ટીકા કરતા કહ્યું કે આ મુસ્લીમ સમુદાયને બીજા દરજ્જાના નાગરિક બનાવવાનો પ્રયત્ન છે.