વડિયા ખાતે વસવાટ કરતાં અમુક ખેડૂત ખાતેદારોની અટક રાંક અને સોજીત્રા હોય તેવા ખેડૂતોના જમીનના કાગળોમાં રાંક અટક તો કયાંક સોજીત્રા અટક ચાલતી હોય જેથી જમીનના કાગળોમાં સાચી અટક નોંધાવવા માટે ખેડૂત ખાતેદારો અનેકવાર અરજીઓ કરી રજૂઆત કરતા હતા પરંતુ રાંક-સોજીત્રા અટક ધરાવતા ખેડૂત ખાતેદારોના જમીન રેકર્ડમાં સુધારો થતો ન હોવાથી આ અટક ધરાવતા ખેડૂત ખાતેદારો ભારે હાલાકી ભોગવી રહ્યાં હતા. આ અંગે લોકદરબારમાં અટકના ફેરફારને લઈ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને રજૂઆત કરવામાં આવતા તેમણે આ બાબતે ગંભીરતાથી વિચારી ર૦ વર્ષથી તકલીફ ભોગવતા આ અટક ધરાવતા ખેડૂત ખાતેદારોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે જમીન રેકર્ડમાં સુધારો કરવા પ્રાંત અધિકારી અને મામલતદારને સૂચના આપતાં રાંક-સોજીત્રા અટક ધરાવતા ખેડૂત ખાતેદારોના પ્રશ્નોનું નિરાકરણ આવતા રાંક-સોજીત્રા પરિવારોએ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાનો આભાર માન્યો હતો.