વડીયાના અરજણસુખ ગામના પાટીયા પાસે ફોરવ્હીલની ટક્કરથી એકનું મોત થયું હતું. બનાવ અંગે નાની કુંકાવાવમાં રહેતા બાબુભાઈ ભગવાનભાઈ ઢોલરીયા (ઉ.વ.૬૦)એ જીજે-૦૫-આરસી-૬૨૯૪ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મરણજનાર અરજણસુખ ગામેથી વડીયા તરફ પોતાના હવાલા વાળી મો.સા. રજી. નં.ય્ત્ન-૦૫-દ્ભસ્-૬૪૦૦ વાળી લઇને વડીયા કામ અર્થે જતા હતા ત્યારે અરજણસુખના પાટીયાથી આગળ વડીયા તરફ પહોચતા એક સ્વિફ્ટ કાર રજી. નં.ય્ત્ન-૦૫-ઇઝ્ર-૬૨૯૪ ના ચાલકે પાછળના ભાગે ઠોકર મારતા નીચે પટકાયા હતા. જેમાં માથાના પાછળના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એલ. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.