વડીયા ગામમાંથી મહુવા – જેતપુર નેશનલ હાઇવે પસાર થાય છે. હાલ આ નેશનલ હાઇવે પર વડીયા ગમતળમાં આવેલા સિમેન્ટ રોડ પર ડામરનું લેયર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વડીયા ગામની શરૂઆતમાં આવેલા આંબેડકર નગરમાં ૭૦ મીટર જેટલાં ટૂંકાગાળામાં ત્રણ સ્પીડ બ્રેકર મુકવામાં આવતા અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે આ વિસ્તારમાં ભૂતકાળમાં ઘણા વર્ષોથી કોઈ ગંભીર અકસ્માત થયેલ ન હોય અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ નેશનલ હાઇવે પર સ્પીડ બ્રેકર મુકવા બાબતે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આ નેશનલ હાઇવેના રોડ પર સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે તેને દૂર કરવા સાથે સમગ્ર નેશનલ હાઇવેના રોડ પર અન્ય કોઈ જગ્યાએ પણ સ્પીડ બ્રેકર મુકવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે.