વડીયાના દેવગામમાં રહેતી એક યુવતી ઘરેથી ચાલી નીકળી હતી. બનાવ અંગે હરેશભાઈ સીદીભાઈ ચાવડા (ઉ.વ.૩૯)ની પુત્રી આરતી (ઉ.વ.૧૮) કોઈને જાણ કર્યા વગર ઘરેથી ચાલી નીકળી હતી. ઘણી શોધ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરાઈ હતી. વડીયા પોલીસ સ્ટેશનના પ્રો.એ.એસ.આઈ આર.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.