વડીયાના બરવાળા બાવળ ગામેથી બે ભેંસની ચોરી થઈ હોવાનો વિચિત્ર બનાવ બન્યો હતો. બનાવ સંદર્ભે વિપુલભાઇ શંભુભાઇ માલાણી (ઉ.વ.૪૦)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, કોઈ અજાણ્યો ચોર ઇસમ તેમની વાડીના ફરજામાં બાંધેલ કુંડલા શીંગડાવાળી ગાભણી બે ભેંસો ચોરીને લઈ ગયો હતો. એક ભેંસની કી રૂ.૧,૨૦,૦૦૦ લેખે બે ભેંસની કિ.રૂ.૨,૪૦,૦૦૦ ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી ગયો હતો. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એે.એમ. કાછેલા વધુ તપાસ કરી રહ્યા છે.