વડીયાના મેઘા પીપળીયા ગામે ‘તું મારી ડેરીએ દૂધ આપવા આવતો નહીં’ કહી યુવક પર હુમલો કર્યો હતો. બનાવ સંદર્ભે પ્રતાપભાઇ મજબુતભાઇ ગળચર (ઉ.વ.૩૧)એ રેનીશ ધનાભાઇ સરસૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ આરોપીની દૂધની ડેરીએ દૂધ ભરવા માટે ગયા હતા. દૂધ ભરી ગામના પાદરમાં આવતા હતા ત્યારે આરોપીએ તેમને ‘ચાલો તો આગળ તમારૂ કામ છે’ તેમ કહી ગામથી બહાર તરઘરી ગામના માર્ગે લઇ ગયા હતા. જ્યાં તેમને ‘તું કેમ દૂધ સારૂ આપતો નથી અને હવે તું મારી ડેરીએ દૂધ આપવા આવતો નહી’, તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમજ હાથમાં રહેલ લોખંડના પાઇપનો ઘા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.