વડીયામાં કૃષ્ણપરા સ્થિત નવનિર્મિત હવેલી મંદિરમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા શ્રી મહાપ્રભુજીનો ૫૪૮મો પ્રાગટ્ય ઉત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. ચૈત્ર વદ અગિયારસના શુભ દિવસે સવારે શ્રી બાલકૃષ્ણજીની નવી હવેલીમાં પધરામણી કરવામાં આવી હતી. બપોર બાદ વૈષ્ણવ ભક્તોએ કૃષ્ણ કીર્તન અને ભવ્ય રાસનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડીયા અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. હવેલી કમિટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હવેલીના નવનિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર જેઠાભાઇ રાંકનું સન્માન કરવામાં આવ્યું હતું.