વડીયા મામલતદાર કચેરીએ સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા જિલ્લા ડીડીઓએ વડીયા સદગુરૂ નગરમાં આવેલ ૮૬ નંબરના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી અને આંગણવાડીના નાના નાના બાળકો સાથે મુલાકાત કરી હતી તેમજ બાળકોને પૌષ્ટિક આહાર અને વ્યવસ્થિત નાસ્તો મળી રહે છે કે કેમ તેની પણ માહિતી મેળવી હતી. આ તકે વડીયા ગ્રામપંચાયતના સદસ્ય ચેતનભાઈ દાફડા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.