સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરના બાળકો-યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે ખેલ મહાકુંભનું આયોજન થાય છે. જે અંતર્ગત વડીયા-કુંકાવાવ તાલુકાના ખેલ મહાકુંભની સ્પર્ધાનું આયોજન ૬ થી ૧૦ જાન્યુઆરી સુધી તાલુકાની વિવિધ શાળાઓમાં કરવામાં આવેલ છે. જેમાં લુણીધારના એલ.જી. એજ્યુકેશન કેમ્પસ ખાતે ૬ જાન્યુઆરીએ રસ્સાખેંચ, ચેસ અને યોગ, ૭મીએ વોલીબોલ અને ખોખો અને ૮મીએ શ્રી સુરગવાળા હાઈસ્કૂલ, વડીયા ખાતે કબડ્ડી સ્પર્ધા યોજાશે. ૯ જાન્યુઆરીએ ભાઇઓની એથ્લેટિક્સ અને ૧૦મીએ બહેનોની એથ્લેટિક્સ સ્પર્ધા એલ.જી. એજ્યુકેશન કેમ્પસ ખાતે યોજાશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનાર તમામ ખેલાડીઓને ઉપરોક્ત સ્થળે સવારે ૮ઃ૩૦ કલાકે હાજર રહેવા જણાવાયું છે. આ અંગે વધુ માહિતી માટે તાલુકા કન્વીનર એમ.જી. મોરીનો ૯૭૨૫૮૪૪૯૫૬ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.