વડીયા રેલવે સ્ટેશન પર ખાનગી કંપનીના કેબલ માટે ખોદકામ કરવામાં આવ્યું છે જે હવે મુસીબત બની રહ્યું છે. જેમાં એસટી બસનું વ્હીલ ફસાઇ જતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. મુખ્ય રસ્તો બિસ્માર બનવા સાથે કાદવથી લપસણો બનતા અનેક મુસીબતો વેઠવા લોકો મજબુર બન્યા છે. ખોદકામથી થયેલા કીચડને કારણે જેતપુરથી વડીયા મુસાફરો ભરીને આવતી બસ વ્હીલ લપસતા ખોદેલા ખાડામાં ફસાઈ હતી. બસ ત્રાંસી થઇ ફસાતા મુસાફરોએ હો હા કરી હતી. વરસાદી વાતાવરણથી અનેક વાહન ચાલકો અહીં લપસી રહ્યા છે. કેબલ માટે ખોદકામ કરનાર ખાનગી કંપનીએ સામાન્ય જનતાના જીવ જોખમમાં મુક્યા છે. આ ખોદકામ કરનાર ખાનગી કંપનીના માણસો પર કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.