અમરેલી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા વડીયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના કોવિડ સેન્ટર ખાતે ગુરુવારે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડીયા સરપંચ, તાલુકા ભાજપ મહામંત્રી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને વડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોએ દીપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મૂક્યો હતો. સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી યોજાયેલા આ મેળામાં હૃદયરોગ નિષ્ણાંત, જનરલ સર્જન, માનસિક રોગ નિષ્ણાંત, કાન, નાક, ગળાના નિષ્ણાંત, સ્કીન સ્પેશિયાલિસ્ટ, સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, આંખના નિષ્ણાંત અને દાંતના નિષ્ણાંત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી. મગનભાઈ ભુવા અને સાગરભાઈ ગોંડલીયા સહિતના કર્મચારીઓએ પણ સહયોગ આપ્યો હતો. સમગ્ર વડીયા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં વિપુલભાઈ રાંક, શૈલેષભાઈ ઠુંમર, મનીષભાઈ ઢોલરિયા, તુષારભાઈ ગણાત્રા અને ચેતનભાઈ દાફડા સહિત સ્થાનિક આગેવાનો અને નિષ્ણાંત ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી.