વડોદરામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના પીએફ ઇન્સ્પેક્ટર રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા ઝડપાતા તેમના ઘરની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બે લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તેમજ રિમાન્ડનો સમયગાળો પૂર્ણ થયા બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અકોટા ભવિષ્ય નિધિ ભવન, પ્રાદેશિક કાર્યાલયમાં ફરજ પર તૈનાત પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના એન્ફોર્સમેન્ટ ઓફિસર બિનોદકુમાર હરિકાંત શર્માએ ફરિયાદીને ધમકી આપી હતી અને દસ્તાવેજા સબમિટ કરવા માટે ઈ-મેલ દ્વારા સ્પોટ મેમો મોકલ્યો હતો. ત્યારબાદ બિનોદ કુમારે ફરિયાદીને કહ્યું કે તમારા દસ્તાવેજા સબમિટ કરવાની તારીખ પસાર થઈ ગઈ છે. તેથી તમને દંડ કરવામાં આવશે અથવા કાર્યવાહી કરવામાં આવશે અને જા તમે આ કાર્યવાહીથી બચવા માંગતા હો, તો તમારે ૫૦ હજાર રૂપિયાની લાંચ આપવી પડશે. આ વાતચીતના અંતે, ૪૦ હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. બાદમાં ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી અને એસીબીએ પ્રોવિડન્ટ ફંડ ભવનમાં દરોડા પાડી એસીબીએ બિનોદ કુમારની રંગે હાથ ઝડપ્યો હતો. તે જ સમયે, અકોટા વિસ્તારમાં આશીર્વાદ સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાનને પણ સીલ કરવામાં આવ્યું હતું અને અધિકારીના ઘરે તપાસ કરવામાં આવી હતી જેમાં લાખોની રોકડ મળી આવી હતી.
એસીબીએ ઘરના બેડરૂમમાં રહેલા કબાટમાંથી ૨ લાખ રૂપિયા રોકડા મળી આવતાં આ અંગે પૂછપરછ કરવામાં આવતા આરોપી બિનોદ કુમાર શર્માએ પોલીસની કાર્યવાહીમાં પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું કે, આ પૈસા પરિવારના સભ્યોની બચત છે. જાકે, લાંચ રૂશ્વત વિરોધી અને ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ આ રકમ જપ્ત કરીને સીલ કરી દીધી છે. લાંચ લેતા પકડાયેલા વિનોદ કુમાર શર્માને તેમના બેંક ખાતા અને લોકર વિશે પૂછપરછ કરવામાં આવી. જવાબમાં તેણે કહ્યું કે કોઈ લોકર નથી અને તેણે કબૂલાત કરી કે બેંક ખાતું તેના વતનમાં છે અને તેનું સંચાલન ઓનલાઈન થઈ રહ્યું છે.
આધારે, લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ શોધી કાઢ્યું કે આરોપી વિનોદ કુમારના નામે કઈ બેંકમાં કેટલા ખાતા છે. અને તે ખાતામાં કેટલા નાણાકીય વ્યવહાર થયા છે. આની પણ સઘન તપાસ કરવામાં આવશે. અધિકારીઓની સંડોવણીની તપાસ કરવામાં આવશે. આ લાંચ કૌભાંડમાં અન્ય અધિકારીઓ સંડોવાયેલા છે કે નહીં, આટલા પૈસા અન્ય કંપનીઓને આપવામાં આવ્યા છે કે નહીં, ઘરમાં ૨ લાખ રૂપિયાની રોકડ રકમ ક્યાંથી આવી વગેરે મુદ્દાઓ પર છઝ્રમ્ તપાસ કરશે.