વડોદરામાં ભીષણ ગરમીથી ૩ લોકોનાં મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં આજવા રોડ, ખોડિયાર નગર, છાણીમાં એક-એકનું મોત નિપજ્યું છે. ભીષણ ગરમીના કારણે સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી બની ગઈ છે.
ગતવર્ષે વડોદરા હીટવેવના લીધે લાગેલા હીટસ્ટ્રોકના કારણે ૯ના મોત થયા હતા. આ મોત ગભરામણ, હાર્ટએટેક, હીટસ્ટ્રોકથી થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીને કારણે જીઇબીના લાઇન ઇન્સ્પેક્ટર સહિત નવના મોત થયા હતા.જીઇબીના લાઇન ઇન્સ્પેક્ટર અને માંજલપુરના વૃદ્ધ ઘરમાં અચાનક જ ઢળી પડ્યા હતા. તાલુકા પોલીસમાં ફરજ પર હાજર કોન્સ્ટેબલ અને બકરી માટે પાલો તોડવા ગયેલા યુવકની તબિયત અચાનક બગડ્યા પછી તેમના મોત થયા હતા.
આ ઉપરાંત જીજી ટેનામેન્ટના રાજેન્દ્રભાઈ કાળુભાઈ બારિયા, સુરેશભાઈ મંગળભાઈ વસાવા, લક્ષ્મીપુરાના તીર્થ એપાર્ટમેન્ટના અનિલ હોટચંદ રાજપાલ, તરસાલીના પિયુષ રામબાબુ સુની, ભાયલી પોલીસ લાઇનના મહેન્દ્ર ભાણાભાઈ, ગોત્રી દીનદયાલ નગરના મીનાબેન જયેશભી દરબારના ગરમીથી મોત થયા હતા.
લૂ લાગવા, માથાના દુઃખાવા, બેભાન થવાના લક્ષણો જાવા મળી રહ્યા છે. હોસ્પિટલોમાં ગરમીના કારણે લૂ, હીટસ્ટ્રોકના કેસો વધુ આવે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ૨૫ માર્ચ સુધીમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. ૨૬ માર્ચથી દિવસ અને રાત્રિના તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની શક્્યતા છે. ૨૫ માર્ચે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં બીજા એક પશ્ચિમી વિક્ષેપ પહોંચશે. આ પશ્ચિમી વિક્ષેપની અસર ૨૬ માર્ચથી રાજ્યમાં જાવા મળશે. આગામી ૩ દિવસ દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
જળવાયુ પરિવર્તન અને ઘટતા જંગલોના કારણે વિશ્વ ઝડપથી ગરમ થઈ રહ્યું છે. કાર્બન બ્રીફ દ્વારા ગયા વર્ષના વિશ્લેષણ, યુકે-આધારિત પ્રકાશન, જે આબોહવા પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, દર્શાવે છે કે પૃથ્વીની સપાટીના લગભગ ૪૦ ટકા ભાગ ૨૦૧૩ અને ૨૦૨૩ વચ્ચે સૌથી વધુ દૈનિક તાપમાન રેકોર્ડ કરી શકે છે. ચીનના ઉત્તર-પશ્ચિમના એક નાના શહેરમાં ૨૦૨૩માં પારો ૫૨ ડિગ્રીએ પહોંચ્યો હતો, જે તે દેશ માટે અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન હતું. ૨૦૨૧ માં, ઇટાલીના સિસિલીમાં પારો ૪૮.૮ ડિગ્રીએ પહોંચ્યો હતો, જે યુરોપમાં સૌથી વધુ હતો. અમેરિકાના કેલિફોર્નિયાના રણમાં ડેથ વેલી નામના સ્થળે પૃથ્વી પર અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન ૫૬.૭ ડિગ્રી સેલ્સિયસ હતું, જે ૧૧૧ વર્ષ પહેલાં ૧૯૧૩માં નોંધાયું હતું.