વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ભદ્રાવા પોલીસ સ્ટેશનની હદમાં ટ્રકમાં દારૂ લઈ જવામાં આવી રહ્યો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓને મળી હતી. માહિતીને આધારે પોલીસે નેશનલ હાઈલે ૪ પર મુંબઈથી દિલ્હી જતા ટ્રેક પર ટોલ નાકા નજીકથી ટ્રક ઝડપી લીધી હતી.મુંબઈથી દિલ્હી જતી આ ટ્રકમાં પોલીસે તપાસ કરતા અંદરથી રૂ. ૫૨,૧૪,૩૩૦ ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક મળીને કુલ રૂ. ૬૨,૭૨,૭૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. . પોલીસે આ કેસમાં ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. જેમાં દારૂનો જથ્થો મોકલનાર, દારૂ મંગાવનારા તથા ટ્રકના માલિક અને ડ્રાઈવરનો સમાવેશ થાય છે. ભદ્રાવા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. એસએમસીના પીઆઈ એચ વી તડવી અને તેમની ટીમે આ કામગીરી બજાવી હતી.