અમરેલી જિલ્લામાંથી વધુ બે લોકો લાપતા બન્યા હતા. ધારીના હીમખીમડીપરામાં રહેતા ભુપતભાઈ બચુબાઈ પળસુંડા (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી પાયલબેન (ઉ.વ.૧૮) ત્રણ દિવસ પહેલા ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર જતી રહી હતી. અમરેલીના વરૂડી (અમરપુર) ગામે રહેતા કિશનભાઈ નટુભાઈ સોલંકી (ઉ.વ.૨૯)એ જાહેર કર્યા મુજબ, તેની પત્ની દયા ઉર્ફે રેખા (ઉ.વ.૩૫) વાડી ખેતરે આંટો મારવા ગઈ હતી. જ્યાંથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરાઈ હતી.