ભીલાડ નજીક ઘરના ઓટલા પર બેસેલા બાળકને અડફેટે લઈ ફરાર થવા જતા એક કાર પલટી મારી ગઈ હતી. ઘટનામાં માસુમ બાળકનું મોત નિપજયું હતું. જ્યારે ફરાર થવાના પ્રયાસમાં કાર પણ પલટી મારી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
બનાવની વિગત મુજબ, વલસાડના ભીલાડના છેવાડે નરોલી ફાટક નજીક તળાવ ફળિયામાં રહેતા સતીશ ગોસાવીનો ૫ વર્ષનો અજિત નામનો પુત્ર ઘરના ઓટલા પર રમી રહ્યો હતો. તે વખતે જ અચાનક એક કાર ચાલકે કારને ઘરના ઓટલા પર ચડાવી દીધી હતી. આથી ઘરના ઓટલા પર રમી રહેલ બાળકને અડફેટે લીધું હતું. બાળકને અડફેટે લીધા બાદ કારચાલક ફરાર થવાના પ્રયાસમાં કાર પણ પલટી મારી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં કારમાં સવાર ચાર લોકોને ઈજા થઈ હતી. બનાવની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી કાર ચાલક વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને કારચાલક સરઈના રોનક ધોડી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી અટકાયત કરી હતી. અકસ્માત સર્જનાર કારચાલક નશામાં હોવાનું મનાઇ રહ્યું છે. આથી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ