વલસાડમાં બે સગી બહેનોના એક પછી એક મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. વલસાડની સિવિલ હોસ્પિટલમાંઆ કરૂમ ગટના બની હતી. જેમાં બન્ને બહેનોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં એક બહેનને ચક્કર આવતા તે ઢળી પડી હતી.
જાકે તબીબે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. બીજીતરફ બહેનને મૃત જાઈને અન્ય બહેનનું પણ મોત નીપજ્યુ હતું. બે બહેનોના એક સાથે મોત નીપજતા પંથકમાં ગમગીનીનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન સિવિલ હોસ્પિટલની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વલસાડ સીટી પોલીસે આ અંગે જરૂરી તપાસ હાથ ધરી છે.