રાજુલાના ડુંગર ગામે કપાસમાં દવાનો છંટકાવ કરતાં એક યુવકને ઝેરી અસર થતાં બેભાન થઈ ગયો હતો. જેને લઈ સારવારમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે અનિલભાઈ બાબુભાઈ ભાટીયા (ઉ.વ.૪૫)એ જાહેર ર્ક્યા મુજબ, ભોગ બનનાર તેમની વાડીએ કપાસમાં દવા છાંટતા હતા ત્યારે દવાની અસર થતાં બેભાન થઈ ગયો હતો અને સારવારમાં દાખલ કર્યો હતો.
ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે. પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.