સુરત જિલ્લાના માંડવી ખાતેથી પસાર થતા વાપી શામળાજી હાઇવે પર માંડવી નજીક ચક્કાજામ કરાયું હતું. સ્થાનિક રહીશો ભેગા મળી ચક્કાજામ કરાયું હતું. માંડવી ઝંખવાવ રોડ ઉપર વર્ષોથી નવો રસ્તો નહીં બનાવીને જુના રસ્તાઓ પણ ખખડધજ થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જે સમસ્યા નું નિવારણ નહીં આવતા આજે લોકો રસ્તા ઉપર બેસી જઈને વાહનો અટકાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
હાઈ વે ઉપર વાહનો અટકાવીને સૌ રસ્તા પર બેસી ગયા હતા. સુરત જિલ્લાના આજ માંડવી વિસ્તારમાં સાંસદ પરભુ વસાવા પણ રહે છે. સાંસદ પ્રભુ વસાવવાનું માંડવી હોમ ટાઉન કહેવાય છે. છતાં પણ આ બિસ્માર રસ્તાઓ અંગે તેમના દ્વારા પણ આજ દિન સુધી કોઈ ઠોસ કામગીરી કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. આજે કરવામાં આવેલા ચક્કાજામ મામલે હાઈવે પર વાહનો સંભવી દેતા સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી .
વિરોધ કરી રહેલા રહીશો તેમ જ માજી ધારાસભ્ય આનંદ ચૌધરીની પોલીસે અટકાયત કરી હતી. જેથી લોકો વધુ રોષે ભરાયા હતા. પોલીસની ગાડીને પણ અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. તેમજ હાઈ વે ટાયરો સળગાવી પણ સળગાવ્યા હતાં. આગેવાન આનંદ ચૌધરીની અટકાયત કરતા મામલો વધુ ગરમાતા ફરી તેમને પોલીસ જીપમાંથી ઉતારી દેવામાં આવ્યાં હતાં. સમગ્ર મામલે સ્થાનિક રહીશો દ્વારા આ માંડવી ઝંખવાવ માર્ગનું વહેલી તકે નવીનીકરણ કરી અથવા રસ્તાઓની યોગ્ય મરામત કરવામાં આવે તેવી માંગ કરી છે. જ્યાં સુધી મરામત અંગે લેખિતમાં બાંહેધરી પણ વહીવટી તંત્ર દ્વારા નહીં અપાય ત્યાં સુધી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી હતી.