ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આયોજિત ૬૮મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં વોલીબોલ અન્ડર-૧૪ વિભાગમાં ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. આ ટીમમાં સોમનાથ એકેડેમી (DLSS)ના ખેલાડી પાલ સૌરભે ઉત્કૃષ્ટ રમત દાખવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલી આ સિદ્ધિ બદલ કરશનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા, જીગરભાઈ દેસાઈ સહિત સમગ્ર સ્ટાફે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.