મેષ રાશિ
– સ્વાસ્થ્ય ઃ આગામી વર્ષ દરમિયાન તમારું સ્વાસ્થ્ય થોડું કમજોર રહી શકે છે, એપ્રિલ માસ સુધી કાંઇ વાંધો નહીં આવે, પરંતુ એપ્રિલ પછી સ્વાસ્થ્ય બાબતે પૂરતું ધ્યાન રાખવું પડશે. નહીં તો નાની-મોટી બીમારીના શિકાર બની શકો છો. તમે તણાવમુક્ત બની સારી અને પૂરતી ઊંઘ લેવાનું રાખશો. પરિશ્રમ અને દોડધામ પણ તમારા સ્વાસ્થ્યને સાચવીને કરશો, તો કાંઇ વાંધો નહીં આવે. જો કોઇ મોટી સમસ્યા લાગે તો અવશ્ય મેડિકલ રિપોર્ટ કરાવો અને પછી સારવાર નક્કી કરો. પણ રિપોર્ટ કરાવ્યા વિના ખોટી ચિંતા ના કરો.
– પરિવાર ઃ આગામી વર્ષ મિશ્ર ફળ આપનારું બની રહેશે. વર્ષનો આરંભ બહુ સારા પરિણામ આપતો જણાય છે. પરંતુ ૬ માસ બાદ પરિવારના કોઈ નાના કે મોટા સભ્ય સાથે નાની-મોટી ચણભણ થઇ શકે છે. તેમની સાથે ખોટી જીદ કે વિવાદથી બચશો તો સારાં પરિણામો મેળવી શકશો. પરિવારના સહયોગથી તમારું લગ્નજીવન સારું બની રહેશે. તમે જે પણ નિર્ણય કરો તે હંમેશાં પરિવારને કેન્દ્રસ્થાને રાખીને સંયુક્તપણે જ કરો, તમે જ તમને સર્વેસર્વા માનીને જાતે નિર્ણય ના લો.
– કારકિર્દી ઃ નોકરીની દ્રષ્ટિએ માર્ચ સુધીનો સમય તમારી અપેક્ષા કરતાં ઘણો સારો રહેશે, તે પછી થોડો સમય કઠિનાઇમાં કાઢવો પડે. મે પછી સારું પરિણામ મેળવી શકશો, પણ તેના માટે તમારે સખત મહેનતની તૈયારી પણ રાખવી પડશે. જે લોકોને ઓફિસ બહારની નોકરી છે તેમને તેમની મહેનત પ્રમાણે ફળ મળતું રહેશે. જો તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં રસ હોય તો તે પરીક્ષા આપી શકો છો, તેનાથી તમને સરકારી નોકરીની તક મળે તેમ છે. નોકરી-ધંધામાં થોડું-ઘણું જતું કરવાની ભાવના સાથે કામ કરશો તો તમને કોઇ તકલીફ નહીં પડે.
– પ્રેમ ઃ પ્રેમની બાબતમાં આગામી વર્ષ મિશ્ર ફળ આપનારું બની રહેશે. માર્ચ સુધી સાચો પ્રેમ કરનારાને કોઇ તકલીફ નહીં આવે, પરંતુ છળકપટ કરનારાને તકલીફ આવી શકે છે. મે માસ પછી પરસ્પર ગેરસમજ થઇ શકે છે, તેથી વિશ્વસનીયતા જાળવી રાખવી જરૂરી રહેશે. એ માટે એકમેકને વફાદાર રહેશો તો વાંધો નહીં આવે, નહીંતર પ્રેમમાં ભંગાણ પડી શકે છે. જો તમે પ્રેમના નામે વહેમમાં હશો, તો તેના માઠા ફળ ચાખવાનો વારો આવી શકે છે, માટે તમે તમારા પાર્ટનરને સારી રીતે ઓળખ્યા પછી જ પ્રેમમાં પડજો.
– નાણાં ઃ નાણાં બાબતે ઘણાં સારા ફળ મળતાં રહેશે. મે માસ સુધી આર્થિક પાસું ઠીક ઠીક રહેશે, તમે પૈસાની બચત કરી શકશો. પરંતુ મે માસ પછી લાભની ટકાવારી વધવા પામશે. આગામી વર્ષ બચત માટે થોડું મંદ રહેશે, પણ આવકની બાબતમાં સારું પરિણામ મળશે. તમે તમારા પરિશ્રમ અનુસાર આર્થિક દશાને જાળવી શકશો. કોઇપણ જાતના રોકાણ કરતાં પહેલાં સો વાર વિચાર કરીને પછી, પણ પૂરતી જાત તપાસ કરીને રોકાણ કરજો. અન્યથા રોકાણ કરવાનું ટાળજો.
– શુભ દિવસ ઃ મંગળ
– શુભ અંક ઃ ૭ – ૯
– શુભ રંગ ઃ લાલ
– ઉપાય ઃ (૧) કસરત, યોગ, આસન કરો. (૨) લાલ ફળ, ફૂલ કે કપડાનું દાન કરો.
વૃષભ રાશિ
– સ્વાસ્થ્ય ઃ આગામી વર્ષ દરમિયાન કોઇ મોટી સ્વાસ્થ્ય સમસ્યાનો યોગ જણાય છે. માર્ચ પછી સ્વાસ્થ્ય સમસ્યામાં થોડી રાહત મળતી જણાશે, જો કે, સંપૂર્ણપણે રાહત નહીં મળે. જૂના રોગો તમને સતાવી શકે છે, પરંતુ મે સુધીમાં તેમાંથી ઘણી રાહત મળશે. વર્ષ દરમિયાન નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાનું ધ્યાન રાખવું પડશે. જો તમે યોગ-કસરત કરવાની સાથે સાિ¥વક ભોજન લેતાં રહેશો તો તમારું સ્વાસ્થ્ય જાળવી ને વધુ સારી રીતે જીવન જીવી શકશો. તમારે પડવા-વાગવાથી ઘણું સાચવવું પડશે.
– પરિવાર ઃ આગામી વર્ષ પરિવાર માટે સારા પરિણામો આપનારું બની રહેશે. ૧૫ મે સુધીના યોગો તમારા સારા વ્યક્તિ¥વને કારણે પરિવાર સાથે પ્રગાઢ બનાવનારા બની રહેશે. તમારા સલાહ-સૂચનને તમારો પરિવાર માનશે, તમે પણ તમારા પરિવારની ઈચ્છા મુજબ ચાલવાની કોશિશ કરજો. ત્યાર બાદ વર્ષના અંત સુધી પરિવાર સાથે બહુ સારી પ્રગાઢતા બની રહેશે. જો કે, વચ્ચે વચ્ચે થોડી ઘણી પરેશાનીઓ પણ જોવા મળશે, પણ તેને તમે સારી રીતે હલ કરી શકશો. વર્ષ દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે.
– કારકિર્દી ઃ નોકરીની દ્રષ્ટિએ આગામી વર્ષ ઘણું સારું બની રહેશે. જો કે નોકરીમાં તમારા કામનું દબાણ વધી શકે છે, પરંતુ તમે તમારા કામને સારી રીતે પૂરું કરી શકશો. તમારા ઉપરી તમારા કામમાં થોડી-ઘણી ખામી કાઢશે, તેમ છતાં તેઓ તમારા કામથી પ્રભાવિત થશે તેમને સંતોષ આપી શકશો. તમને જે કામ-ધંધા કે નોકરીમાં રસ-રુચિ ન હોય તેમાં ન જશો, નહિતર તમારે માનસિક હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે.
– પ્રેમ ઃ આ રાશિવાળાની લવ લાઇફ મિશ્ર ફળ આપી શકે છે. મે માસ સુધી વચ્ચે-વચ્ચેના ગાળામાં ગેરસમજો ઊભી કરી શકે છે, જો કે એ બધી ગેરસમજો તમે આસાનીથી દૂર કરીને એમાંથી બહાર નીકળી શકશો. એટલે પ્રેમમાં મુશ્કેલી આવશે પણ એ જલ્દી જતી પણ રહેશે. પણ તમારી કરેલી ભૂલ તમને નુકસાન પહોંચાડી શકે છે, પણ જો તમે નિઃસ્વાર્થ પ્રેમને વળગી રહેશો તો બિલકુલ વાંધો નહીં આવે. ટાઇમપાસ પ્રેમ કરનારા શરુઆતમાં તો ફાવી જશે, પણ પાછળથી તેની ભારે કિંમત ચૂકવવાનો વારો આવી શકે છે, તેનું ધ્યાન રાખીને આગળ વધજો.
– નાણાં ઃ નાણાં બાબતે મેના અંત સુધીમાં તમે તમારા પરિશ્રમને અનુરૂપ સારો નફો કરીને તમારા આર્થિક પાસાંને મજબૂત કરી શકશો. જ્યારે મે પછીનો સમયગાળો તમને સારી બચત પણ કરાવશે. આ વર્ષ તમારા આર્થિક પાસાંને મજબૂત કરાવનારું નિવડશે. જો કે, સાથોસાથ તમારે જરુરી બચત પણ કરવી જ પડશે, કેમ કે નાણાંભીડ વખતે તમારી કરેલી બચત જ તમને ઉગારશે.
– શુભ દિવસ ઃ શુક્ર
– શુભ અંક ઃ ૬
– શુભ રંગ ઃ શ્વેત
– ઉપાય ઃ (૧) રોટલી પર ઘી-ખાંડ ભભરાવીને સફેદ ગાયને ખવડાવો. (૨) ઘરને સ્વચ્છ-સુઘડ રાખો.
મિથુન રાશિ
– સ્વાસ્થ્ય ઃ જો તમને પહેલાંથી જ પેટ કે જાંઘની સમસ્યા હશે તો તમારે એમાં સાવધાની રાખવાની તાતી જરુર છે. મે માસ પછી આ સમસ્યા પણ ધીરે ધીરે ઠીક થવા લાગશે. જો તમને છાતીની કોઇ તકલીફ હોય તો તે માર્ચ પછી વધી શકે છે. એ સિવાય સ્વાસ્થ્યને લગતી બીજી કોઇ તકલીફ આવવાના યોગ નથી. પરંતુ તમારે સંતુલિત જીવન જીવવું જરુરી બની રહેશે. તમને કોઇ વારસાગત બીમારી હોય તો તાકીદે તેની સારવાર અને દવા કરાવવી હિતાવહ બની રહેશે.
– પરિવાર ઃ આગામી વર્ષમાં તુલનાત્મકરૂપે સારું ફળ મળશે. મે માસ સુધી પારિવારિક સંબંધોમાં થોડો કચવાટ જણાય, તેથી દરેક સભ્ય સાથે લેટ ગોની ભાવના રાખવી, જેથી કોઇ વિખવાદ ન થાય. અંતે જૂની સમસ્યાઓ પણ હલ થશે. પારિવારિક દ્રષ્ટિકોણથી આગામી વર્ષ તુલનાત્મક રીતે સારું અને મિશ્ર ફળદાયી બની રહેશે. તમે જે પારિવારિક નિર્ણય લો, તેમાં પરિવારના દરેક દરેક સભ્યના સૂચનને આવકારીને પછી નિર્ણય કરશો તો તે તમારા માટે સારું નિવડશે.
– કારકિર્દી ઃ નોકરીની દ્રષ્ટિએ માર્ચ સુધીનો સમય તમારી અપેક્ષા કરતાં ઘણો સારો રહેશે, તે પછી થોડો સમય કઠિનાઇમાં કાઢવો પડે. મે પછી સારું પરિણામ મેળવી શકશો, પણ તેના માટે તમારે સખત મહેનત કરવી પડશે. જે લોકોને ઓફિસ બહારની નોકરી છે તેમને તેમની મહેનત પ્રમાણે ફળ મળતું રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ અનેકવાર તક મળી શકે છે, કેમ કે તે પરીક્ષામાં સફળતાના અવકાશ જોવા મળે છે. તે માટે તમારે કદાચ હાલના વસવાટનું સ્થળ છોડવું પણ પડે, જો તમે સ્થાન પરિવર્તનની તૈયારી રાખશો તો તે તમારા હિતમાં લેખાશે.
– પ્રેમ ઃ પ્રેમની બાબતમાં આગામી વર્ષમાં મે માસ સુધી પ્રેમમાં ધીમી ચાલ રહેતી જણાશે. જ્યારે મે પછી તમારા પ્રેમસંબંધોમાં વધુ અનુકૂળતા મળી રહેશે. પરિણામ સ્વરુપે દિનપ્રતિદિન પ્રેમમાં
વૃદ્ધિ જોવા મળશે. એમાંય જે લોકો લગ્નના ઉદ્દેશથી પ્રેમમાં જોડાયેલાં હશે, શક્ય હશે તો તેમની મનોકામના પૂર્ણ થશે. સામેના પાત્ર પર વિશ્વાસ મુકતાં પહેલાં સો વાર વિચાર કર્યા પછી જ પ્રેમસંબંધમાં આગળ વધજો, નહિંતર પ્રેમમાં છેતરાવાની શક્યતા રહેલી છે.
– નાણાં ઃ નાણાં બાબતે મિશ્ર પરિણામ મળી શકે છે. આગામી વર્ષ દરમિયાન કોઇ આર્થિક સંકટ આવવાની શક્યતા નથી, છતાં તમે કોઇ આર્થિક બાબતે અસંતુષ્ટ રહી શકો છો. તમારી મહેનતને જોતાં તમને જેવું આર્થિક પરિણામ મળવું જોઇએ, તેવું કદાચ ન મળતાં તમને અસંતોષ રહી શકે છે. મે માસ સુધી તમારો ખર્ચ વધી શકે છે, મે પછી ધીમે ધીમે ખર્ચા નિયંત્રણમાં આવતા તમે તમારી આર્થિક વ્યવસ્થા મજબૂત કરી શકશો. મે સુધી આર્થિક પાસું ઠીક ઠીક રહેશે, તમે પૈસાની બચત કરી શકશો. પરંતુ મે માસ પછી લાભની ટકાવારી વધવા પામશે. આગામી વર્ષ બચત માટે થોડું મંદ રહેશે, પણ આવકની બાબતમાં સારું પરિણામ મળશે. તમે તમારા પરિશ્રમ અનુસાર આર્થિક દશાને જાળવી શકશો.
– શુભ દિવસ ઃ બુધ
– શુભ અંક ઃ ૫
– શુભ રંગ ઃ લીલો
– ઉપાય ઃ (૧) ઘરમાં તુલસીનો છોડ વાવો. (૨) પક્ષીઓને લીલા મગની ચણ નાખો.
કર્ક રાશિ
– સ્વાસ્થ્ય ઃ સ્વાસ્થ્ય બાબતે આગામી વર્ષ દરમિયાન મિશ્ર ફળ મળી શકે છે. માર્ચ માસ સુધી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે નહીં, જો તમને મોંઢા કે જાંઘની સમસ્યા હશે તો તે બાબતે તમારે
જાગૃત રહેવું પડશે, નહીંતર સમસ્યા વકરી શકે છે. માર્ચ પછી ધીમે ધીમે તમારી એ બધી સમસ્યા દૂર થવા લાગશે. પરંતુ મે માસ પછી પેટ અને કમરની તકલીફ આવી શકે છે, તેમાં સજાગપણે સારવાર કરાવીને તમે તેમાંથી ઉગરી શકશો.
– પરિવાર ઃ આગામી વર્ષમાં પરિવાર સાથે સાવધાનીપૂર્વક રહેવાની જરૂર છે, કેમ કે માર્ચ માસ સુધી પરિવાર સાથે ચણભણ થઇ શકે છે. તમારી વાતચીતની રીત થોડી કડક થઇ શકે છે, જેની અસર સંબંધો પર પડી શકે છે. માર્ચ પછી સંબંધોમાં સુધાર આવશે, જો કે મે પછી ફરી પરિવાર ગેરસમજ ઊભી કરી શકે છે, પણ જો તમે તેનાથી બચીને રહેશો તો વાંધો નહીં આવે. તમે પરિવારને સમજવા, સુધારવાની કોશિશ કરીને સારું પરિણામ મેળવી શકશો.
– કારકિર્દી ઃ કારકિર્દી બાબતમાં પાછળના વર્ષમાં રહેલી પરેશાનીઓ આગામી વર્ષમાં દૂર થવા માંડશે. ખાસ કરીને માર્ચ માસ પછી બધી પરેશાનીઓ ટળી જશે, ને નવશક્તિ સાથે તમારી લક્ષ પ્રાપ્તિમાં લાગી જશો. તમારી વાકપટુતાનો સારો ઉપયોગ કરી, નોકરી-ધંધામાં ઉત્તમ પ્રદાન કરી શકશો. વાત-ચીતમાં માહેર લોકો માટે દરેક ક્ષેત્રમાં સફળતાનો યોગ બને છે. સહકર્મીઓ સાથે સાચવીને કામકાજ કરવું. નોકરીમાં બદલાવ માટે આગામી વર્ષ ઉત્તમ બની રહે તેમ છે. પાછલા વર્ષની તુલનાએ આગામી વર્ષ સારું નિવડી શકે છે અને તમે નોકરીમાં રાહત અનુભવી શકશો. તમને વારંવાર નોકરી બદલવાનું યોગ્ય લાગે પણ જો તમે તેમ કરશો તો કાયમ નાની-નાની નોકરીમાં જ જીંદગી પસાર કરી નાખશો. માટે કોઇ મોટી સારી નોકરીની તક મળે તો એ તક છોડશો નહીં.
– પ્રેમ ઃ પ્રેમની બાબતમાં આગામી વર્ષ સારું રહી શકે છે. જૂની સમસ્યા અને નાની-નાની વાતોમાં થતી નારાજગી નહીં થાય કે સાવ ઓછી થશે. મે માસ પછીના સમયગાળામાં તમે તમારી લવ લાઇફનો સાચો આનંદ માણી શકશો. જૂની સમસ્યાઓ દૂર થવાથી તમે રાહતનો શ્વાસ લઇ શકશો, સાથોસાથ નવા સંબંધો ડેવલપ થવાના યોગ પણ બની રહ્યા છે.
– નાણાં ઃ આગામી વર્ષ દરમિયાન સંપૂર્ણ આર્થિક સમસ્યાઓ દૂર થઇ શકશે. માર્ચ પછી ધીમે-ધીમે શરુ થઇ મે માસ સુધીમાં તમારી બધી આર્થિક સમસ્યાઓ ક્રમશ દૂર થવા લાગશે. પાછલા વર્ષ કરતાં આગામી વર્ષ ઘણું સારું સાબિત થઇ શકે છે. જો કે, ક્યારેક નાની-નાની મુશ્કેલી જોવા મળશે. મે સુધી આર્થિક પાસું ઠીક ઠીક રહેશે, તમે પૈસાની બચત કરી શકશો. પરંતુ મે માસ પછી લાભની ટકાવારી વધવા પામશે. આગામી વર્ષ બચત માટે થોડું મંદ રહેશે, પણ આવકની બાબતમાં સારું પરિણામ મળશે. તમે તમારા પરિશ્રમ અનુસાર આર્થિક દશાને જાળવી શકશો.
– શુભ દિવસ ઃ સોમ
– શુભ અંક ઃ ૨ – ૬
– શુભ રંગ ઃ લાલ, શ્વેત
– ઉપાય ઃ (૧) ભગવાન શિવના મંત્ર-જાપ કરી ધ્યાન ધરો. (૨) રાતે મેડિટેશન કરીને સુવો.(૩) માતાની સેવા કરો.