વડિયા તાલુકાના ઢુઢીયા પીપળીયા ગામનાં વાવલીયા પરિવાર ઢુઢીયા પીપળીયાથી ધારી ગળધરા ખોડિયાર માતાજીનાં મંદિરે લાપસી કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે બગસરા પીઠડીયા નજીક બોલેરો જીપ પલ્ટી ખાઈ જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજયું હતું. જયારે ૧૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે આજે વડિયા તાલુકાના ઢુઢીયા પીપળીયા ગામે ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ તમામ લોકોના ખબર અંતર પૂછ્યા હતા અને વાવલીયા પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી.
આ તકે અમરેલી જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા વિપુલભાઈ રાંક તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા તાલુકા પંચાયત સભ્ય ગજેન્દ્રભાઈ પટોળીયા તુષારભાઈ વેગડ સરપંચ લાલજીભાઈ વાવલીયા બિછુભાઈ બસીયા, ચેતનભાઈ દાફડા સહિતના કાર્યકરો પણ સાથે જોડાયેલા હતા