(એ.આર.એલ),પાલનપુર,તા.૧૧
ગેનીબેન ઠાકોર તેમના પ્રેમાળ સ્વભાવથી સૌ કોઇના દિલ જીતતા આવ્યા છે.. આજે ફરીએકવાર તેમણે સૌ કોઇનું દિલ જીતી લીધું વાવ બેઠક પર ગેનીબેનનો પ્રચાર કરવાનો અનોખો અંદાજ જાવા મળ્યો. ગેનીબેને ભાજપ કાર્યાલય પર જઇને ગુલાબ આપી કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહને મત આપવા ભાજપના કાર્યકરોને અપીલ કરી.
તેમણે ભાજપ કાર્યાલયમાં સી.જે.ચાવડાને ભેટીને વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે મારા વિસ્તારના દરેક લોકોને અમે ગુલાબ આપી વિનંતી કરી રહ્યા છીએ.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ભાજપ કાર્યાલયમાં કેમ ગયા ત્યારે તેમણે કહ્યું કે પ્રચાર કરવા નીકળ્યા હતા.. રસ્તામાં ભાજપનું કાર્યાલય આવતું હતું તો ખેલદિલીપૂર્વક ભાજપના કાર્યાલયમાં પણ ગયા. ગેનીબેને કહ્યું અમે ખેલદિલીપૂર્વક ભાજપ કાર્યાલયમાં ગયા હતા, તેમણે કહ્યું સી.જે.ચાવડા જૂના મિત્ર અને વડીલ છે હું અને સી.જે.ચાવડા સાથી ધારાસભ્યો તરીકે કામ કરી ચૂક્યા છીએ, અમારી વિચારધારા બદલાઇ શકે,પણ વ્યÂક્તગત સંબંધો અને લાગણી બદલાઇ નથી”
Home રસધાર રાજકીય રસધાર વાવ બેઠક પર ગેનીબેનેનો પ્રચાર માટે નવો નુસખો, ભાજપના કાર્યકર્તાઓને ‘ગુલાબ’,આપ્યા