માંધાતા પ્રાગટ્ય દિવસ નિમિત્તે મંગળવારે સાવરકુંડલા તાલુકાના વાશીયાળી ઇશ્વરીયા હનુમાન ખાતે સમસ્ત કોળી સમાજની મિટિંગ મળી હતી. જેમાં કોળી સમાજ સામાજિક-શૈક્ષણિક રીતે આગળ આવે, સમાજનું સંગઠન મજબુત બને તે માટે ચર્ચા થઇ હતી. જે ગામોમાં કોળી સમાજની વધુ વસ્તી છે ત્યાં દર ૧૫ દિવસે જઈને મિટિંગ બોલાવવી અને સમાજને જાગૃત કરવો જોઇએ તેવા નિર્ણયો મિટિંગમાં લેવામાં આવ્યા હતા. વિવિધ ગામના આગેવાનોએ મંતવ્યો, સલાહ-સૂચનો કર્યા હતા. આ મિટિંગમાં સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પરશોતમભાઈ ઉમટ, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ખસીયા વગેરેએ મિટિંગમાં હાજરી આપી હતી.