આગામી તા.૬ માર્ચ, ૨૦૨૪ને બુધવારના રોજ અમરેલી જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાત – નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાશે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (એનયુએલએમ) અંતર્ગત સ્વસહાય જૂથની મહિલાઓને વિવિધ સહાય વિતરણ માટે કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાનની વર્ચ્યુઅલ અને પાટણ ખાતે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર આ વિકસિત ભારત વિકસિત ગુજરાત – નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મહિલાઓને વિવિધ સહાયથી લાભાન્વિત કરવામાં આવશે. અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા દીઠ યોજાનાર આ કાર્યક્રમના સુચારુ આયોજનના ભાગરુપે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કાર્યક્રમના આયોજનના ભાગરુપે બેઠક યોજાઇ હતી. બેઠકમાં સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ, જિ.પં.ના વિવિધ શાખાના વડાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.