‘પઠાણ’, ‘વોર’ અને ‘ફાઇટર’ જેવી સુપરહિટ ફિલ્મો માટે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ આનંદે ‘ઉંચાઈ’ અને ‘નાગઝિલા’ના નિર્માતા મહાવીર જૈન સાથે હાથ મિલાવ્યા છે. બંનેએ પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે જેનું નામ ‘વ્હાઇટ’ રાખવામાં આવ્યું છે. ‘વ્હાઇટ’ એક ખૂબ જ રોમાંચક વૈશ્ચિક થ્રીલર ફિલ્મ બનવા માટે તૈયાર છે જેમાં બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા વિક્રાંત મેસી પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ ફિલ્મ કોલંબિયામાં તૈયાર થઈ રહી છે અને તેનું શૂટિંગ જુલાઈમાં શરૂ થવાની યોજના છે. આ ફિલ્મ કોલંબિયાના ૫૨ વર્ષ લાંબા ક્રૂર ગૃહયુદ્ધનો અંત કેવી રીતે આવ્યો તેની પ્રેરણાદાયી વાર્તાને પ્રદર્શિત કરવા માટે એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટીમને એકસાથે લાવે છે. આ એક એવો પ્રકરણ છે જે હજુ પણ સમગ્ર વિશ્વમાં બહુ ઓછા લોકો જાણે છે. વિક્રાંત મેસી લાંબા વાળ અને શારીરિક પરિવર્તન સાથે જાવા મળ્યા બાદ આ પ્રોજેક્ટમાં જાડાશે તેવી અટકળો શરૂ થઈ હતી, જે સંકેત આપે છે કે તે ખૂબ જ આધ્યાત્મિક પાત્ર માટે તૈયારી કરી રહ્યો છે.
’૧૨મી ફેઇલ’ અને ‘ધ સાબરમતી રિપોર્ટ’ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય માટે પ્રશંસા મેળવનાર વિક્રાંત મેસી સતત પોતાના પરિવર્તનથી દર્શકોને પ્રભાવિત કરી રહ્યા છે. ‘વ્હાઇટ’ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત જાહેરાત ફિલ્મ નિર્માતા મોન્ટુ બાસી દ્વારા કરવામાં આવ્યું છે અને સિદ્ધાર્થ આનંદ અને મહાવીર જૈન સાથે પીસક્રાફ્ટ પિક્ચર્સ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ આનંદનું ‘વ્હાઇટ’ ઇતિહાસના સૌથી લાંબા સમયથી ચાલતા સંઘર્ષોમાંના એકને ઉકેલવામાં પ્રાચીન ભારતીય શાણપણએ કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેના પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરે છે. સિનેમા અને વાર્તા કહેવાની કળામાં નિષ્ણાત સર્જકોની આ ટીમ સાથે, ‘વ્હાઇટ’ ભારતનો એક સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે જે શાંતિ અને માનવતાની એક અનકહી વાર્તાને વૈશ્ચિક મંચ પર લાવશે.