“પરણ્યાની પહેલી રાત કે જેને લોકો સુહાગરાત કહે છે. અમારી આવી સુહાગરાતે અથાક મહેનત કરવા છતાં પણ મારા રૂપાળા શરીર સાથે વિજય કશું જ કરી ન શક્યો. બસ, તેણે તો બહાર બહારની મજા કરી સંતોષ માની લીધો ને ઊંઘી ગયો. પરંતુ એ સમયે મારૂં શું થયું ? થોડી ક્ષણો મારી તરફડતી હાલત જાઇને તેની આંખમાંથી આંસુ પણ ખર્યાં. એટલે જ તેને આશ્વાસન આપતાં મેં કહ્યું ઃ થોડો સમય કદાચ નવું નવું હોવાથી આવું થાય. વિજય ખરેખર ખૂબ જ મુંઝાયો ને અકળાતો રહ્યો.
“ લગ્ન પછી ચાર – પાંચ મહિના તો આમ આવી જ રીતે પસાર થયા. છેવટે અમારા એક સગા અમદાવાદમાં એમ.ડી. ગાયનેક છે તેને ત્યાં અમે ગયા. વિજયે તેમને બધી જ અંગત વાત કરી, એટલે તેમની સલાહ સૂચન પ્રમાણે તેમના દ્વારા વંધ્યત્વ નિવારણના સ્પેશિયાલીસ્ટ ડોકટરના ક્લિનિકમાં ગયાં. ત્યાં ખાસ કરીને વિજયના અનેક ટેસ્ટ કરવામાં આવ્યા. આ બધું જ ખાનગી રાહે થયું. ડોકટર ડોકટરને મળ્યા અંતે અમારા સગા ડોકટરની સલાહ પ્રમાણે વિજયને દવા આપવામાં આવી. જુદી જુદી દવા કેમ લેવાની એ બધુ ડોકટરે મને અને વિજયને પાસે બેસાડી સમજાવ્યું. પછી વિજય બાથરૂમ જવા માટે બહાર ગયો ત્યારે એ સમયનો લાભ લઇ ડોકટરે મને ઇશારો કરી ધીમેથી કહ્યું: ભાભી, આ બધી દવા વિજયને માત્ર આશ્વાસન આપવા પૂરતી છે. વિજયના બધા રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તે કયારેય પિતા બની શકે તેમ નથી. અત્યારે તેની ગેરહાજરીમાં તમને આ વાત એટલા માટે કરી રહ્યો છું કે, કોઇનું ઘર ભાંગવું એ ડોકટરની ફરજ વિરૂધ્ધનું છે..
પરંતુ સત્ય હકીકત કહેવી એ ડોકરટની ફરજ છે માટે હવે તો તમારે જ એકલા હાથે જંગ જીતવાનો છે. કોઇપણ રીતે તમારે વિજયને જીવાડવાનો છે. એક પત્ની તરીકે તમારી આ ફરજ છે…
“આમ આટલી વાત થઇ ત્યાં તો વિજય આવ્યો. એટલે ડોકટરે વાત ફેરવી તોળતા કહ્યું કે, મેં દવા અંગેની બધી જ માહિતી જ્યોતિભાભીને આપી દીધી છે. હવે તમે બન્ને જવું હોય તો જઇ શકો છો. એટલે પછી અમે બન્ને ક્લિનિકમાંથી બહાર નીકળ્યાં. એ સમયે મારી જે હાલત થઇ હતી તેનું વર્ણન તો હું કરી જ નહીં શકું, દામલ ! હું તો સાવ પડી ભાંગી હતી. જીવન જીવવા પ્રત્યે મને નફરત થવા લાગી. ખૂબ ખૂબ મૂંઝાણી. મારી આંખોમાંથી ઉંના ઉંના આંસુ પણ બહાર નીકળ્યાં હતા…” આટલું બોલતાંની સાથે જ્યોતિની આંખો અત્યારે પણ ભીની ભીની થઇ ગઇ. આંગળી વતી આંખની કિનાર સાફ કરતાં થોડી સ્વસ્થ થતાં વળી જયોતિએ બોલવું ચાલું કર્યું.
“દામલ, હું તને એક વાત કહું છું. લગ્ન પહેલા એટલે કે અમારી સગાઇ થઇ પછી વિજય મને મળવા આવ્યો ત્યારે અમારી વચ્ચે રોમાન્સ ભરી ખૂબ ખૂબ વાતો થઇ અરે.., નાજુક અને કોમળ અંગોને સ્પર્શવાના અનેક અનુભવો અનુભવ્યા. છેલ્લે મારા ગાલ મીઠું મધુરૂં ચુંબન કર્યા પછી વિજય ભાવ સાથે બોલ્યો હતો: “આપણાં લગ્ન પછી તરત જ તારે મને મુન્નો આપવો જ પડશે, ઝડપથી બોલ… આપીશને તું… ? તેના આવા શબ્દો સાંભળી હું તો ખૂબ જ શરમાઇ ગઇ હતી. છતાં પણ મેં તેને કહ્યું: “હું મુન્નો આપવા તૈયાર રહીશ, પરંતુ આ બાબતે તો જેવી તારી ઉતાવળ હોય તેમ થશે. પરંતુ તેની ઉતાવળ આમાં કંઇ કામ ન લાગી… અરે..! સુહાગરાતે બધી જ મજા બહાર બહાર થતી રહી. ને એમ જ સવાર પડી ગઇ. એ દિવસથી…હું અહીં કમળાપુરમાં આવી ત્યાં સુધી હંમેશાં તડપતી, તરફડતીને તલસતી રહી. શરીર સુખ મેળવવા માટે રડતાં રડતાં હું વલખાં મારતી રહી, પરંતુ શું કરૂં ?
“હા, વિજય તો મને પ્રથમથી જ ચહતો, ભરપૂર પ્રેમ કરતો અને હજી પણ મને એટલો જ પ્રેમ કરે છે. હુ પણ તેને પ્રેમ કરૂં છું. કારણ કે વિજય મારો કંથ છે. જેની સાથે ચોરીમાં મેં ચાર ફેરા ફર્યા છે, તેને દગો તો ન જ અપાય. મેં તેને દગો નથી આપ્યો. હજી પણ હું વિજયને એટલો જ પ્રેમ કરૂ છું. વિજય પણ મને દિલથી ચાહે છે. જિંદગીભર હું તેને છોડી શકુ તેમ નથી. પરંતુ તેની પુત્રેચ્છા પ્રથમથી જ બળવત્તર હતી અને છે. તેની આવી પુત્રેષ્ણા પૂરી કેમ કરવી…?
“હું પણ સાવ પડી ભાંગી અને લાચાર થઇ ગઇ. જિંદગી કેમ જીવવી તેની ચિંતા મને ખૂબ ખૂબ થવા લાગી. છતાં નવું નવું હોય એટલે કદાચ આવું થતું હશે એમ મનને મનાવી લઇ હું વિજયને આશ્વાસન આપતી રહી. હિંમત ન હાર એવું દરરોજ રાતે હું તેને કહેતી. ને શરીર પર એકપણ વસ્ત્ર પહેર્યા વગર અને બન્ને રોજ રોજ રાતના તમામ પ્રકારના સાવ ખુલ્લા ખુલ્લા ખેલ ખેલતાં રહ્યાં. આવું બધું કરવા છતાં પણ અંતે તો ફરી એ જ ટાઢાં ઠીકરાં જેવી જ શિથીલ સ્થિતિ…! આવી પરિસ્થિતિ સર્જાતા હવે તો વિજય રીતસર સાચુકલા રડવા જ લાગતો. એનું રૂદન જાઇ હું પણ રડી લેતી. ત્યારની મારી સ્થિતિ કેવી હતી… ? સાચે જ હું આગમાં સળગતી હતી. મારી સૂકી પ્યાસ, કોરી કોરી પ્યાસ અંદર અંદરથી ખૂબ જ વધતી રહી. આવી એ પ્યાસ રોજ રોજ અધુરી જ રહેતી હતી, હું શું કરૂં ? ” આટલું કહી જ્યોતિ થોડીવાર માટે બોલતી બંધ થઇ. તેની નજર છત પર ફરી રહેલા પંખા પર સ્થિર થઇ. કયાંય સુધી તે એકીટશે ફરતા પંખાને જાઇ રહી. અંતે એક નિશ્વાસ નાખી ફરી બોલી:
(ક્રમશઃ)