વિદ્યાર્થી જીવનએ શિક્ષણની યાત્રાનો મહત્વપૂર્ણ હિસ્સો છે, જે વ્યક્તિગત વિકાસ અને જીવનના મૂલ્યોને શીખવા માટેનો શ્રેષ્ઠ સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન પરીક્ષાઓનું મહત્વ જુદું જ હોય છે, કારણ કે તે વિદ્યાર્થીના જ્ઞાન, સમજણ અને શિસ્તની કસોટી લે છે. ચાલો, વિદ્યાર્થી જીવન અને પરીક્ષાઓ વિશે ઊંડાણપૂર્વક સમજીએ. નિષ્ફળતા પણ નવી તક લાવે છે, હિંમતથી આગળ વધવું જ જીવનનું તત્વ છે. શાંત રીતે પરીક્ષાના માહોલને સારી રીતે ટેકલ કરવું તે જ જીવન છે. આપત્તિઓ સમયે અવસર ઉભો કરવો તે દરેક વ્યક્તિની ફરજ છે.
વિદ્યાર્થી જીવનના મહત્વપૂર્ણ પાસાઓ.
૧. શિક્ષણ અને જ્ઞાન શાળાઓ અને કોલેજોમાં શીખવું વ્યક્તિને આકર્ષક ભવિષ્ય માટે તૈયાર કરે છે.
૨. શિસ્ત અને સમયનું પ્રબંધનઃ સમયસર જાગવું, ભણવું અને ગતિશીલ રહેવું ખૂબ જ જરૂરી છે.
૩. મિત્રતા અને મનોરંજનઃ મિત્રતા દ્વારા સમાજમાં માનસિક સમતોલન શીખી શકાય છે. રમતગમત અને સાહિત્યિક પ્રવૃત્તિઓ પણ મહત્વની છે.
૪. શીખવાની ઇચ્છાઃ દરેક નિષ્ફળતામાંથી શીખીને આગળ વધવાની માનસિકતા જ વૃદ્ધિનું કારણ બને છે. હાઈસ્કૂલના બાળકોની પ્રથમ સંત્રાંત પરીક્ષા ચાલી રહી છે અને પૂર્ણ થવા જઈ રહી છે. આ પરીક્ષાનું ખૂબ મહત્વ છે. ૫૦% જેટલો અભ્યાસ હોય છે. પરિરૂપ મુજબ પરીક્ષામાં પુછાતું હોય છે. તે વખતે બાળકો ઓછા અભ્યાસક્રમમાં વધુ તૈયારી કરે અને સારા ગુણ લાવે તેવા હેતુ અને ઉદ્દેશથી પરીક્ષાઓ લેવાતી હોય છે. આમ તો જીવનમાં ડગલે અને પગલે પરીક્ષા જ હોય છે. સૌથી મોટી પરીક્ષા સારા કર્મો છે. પરીક્ષા એ જીવનનો અંતિમ મુકામ નથી. પરંતુ મૂલ્યાંકન કરવાની પદ્ધતિ છે, જે ભણ્યા તેમાંથી શું શીખ્યા તે પદ્ધતિનો ભાગ છે. દિવાળીના વેકેશન પૂર્વે પરીક્ષા પૂર્ણ થઈ હોય ત્યારે વિદ્યાર્થીઓ વેકેશનના સમયગાળા દરમિયાન તેનું દ્રઢીકરણ અને પૃથ્થકરણ કરી શકે તેમજ આવનાર બોર્ડ પરીક્ષા માટે સારી તૈયારી કરી શકે માટે વેકેશનમાં વધુ અભ્યાસ કરવાથી સ્કોલર વિદ્યાર્થી બની શકે છે. ૨૧મી સદી ટેકનોલોજી અને સ્પર્ધાત્મક યુગની છે. એવા સમયે વિશ્વ ફલક સાથે કદમ મિલાવવા હોય તો શિક્ષણ જ પાયાનો એકમ છે. કેટલાક મુદ્દા આપ્યા છે જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી થશે.
૧. કસોટીનું માપઃ પરીક્ષાઓ વિદ્યાર્થીના અભ્યાસકાળ દરમિયાન તેઓએ મેળવેલા જ્ઞાન અને કુશળતાઓનું મૂલ્યાંકન કરે છે. સ્વ મૂલ્યાંકન કરતા તેની આવડત કેળવાશે.
૨. પ્રતિસ્પર્ધાની તૈયારીઃ જીવનમાં પ્રતિસ્પર્ધા સાથેના સંજોગો માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા એ પરીક્ષાઓનું લક્ષ્ય છે. આજે ક્લાર્કથી કલેકટર સુધી સ્પર્ધાત્મક પરીક્ષા આપીને જ તે સ્ટેજ ઉપર પહોંચી શકાય છે માટે સ્પર્ધાત્મક બનવા માટે તૈયારી આયોજનબદ્ધ હોવી જોઈએ.
૩. મનોબળનો વિકાસઃ પરીક્ષાઓમાં સફળતા અથવા નિષ્ફળતા બંને જીવનમાં સહનશક્તિ અને મનોબળને વધારવામાં મદદ કરે છે. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. સફળતા એકદમ મળતી નથી એના માટે તનતોડ પરિશ્રમ કરવો પડે છે. જેમ પથ્થરમાંથી મૂર્તિ બનતા વાર લાગે છે તેમ વિદ્યાર્થીએ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે ઘસાવું પડે છે.
૪. લક્ષ્યસાધનઃ પરીક્ષાઓ માટેના લક્ષ્યાંકોનું નિર્ધારણ વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ બનાવે છે અને સમયને યોગ્ય રીતે વાપરવાનું શીખવે છે. મહેનત પ્લસ લક્ષ એટલે સફળતા. કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે પોતાની જાતને ઓગાળી નાખવી પડે છે ત્યારે જ સિદ્ધિ અને રિદ્ધિ બંને મળે છે. અર્જુનને માત્ર માછલીની આંખ જ દેખાતી હતી. તેમ તમને જે પણ ફિલ્ડમાં હોવ તે જ તમારો ટાર્ગેટ હોવો જોઈએ.
૫. આયોજનબદ્ધ તેમજ તેનું અમલીકરણ કરવા માટે સમયને કાર્યભારથી ભાગી મહેનત કરો.
વિદ્યાર્થીઓ માટે ઉપાય અને અમલીકરણ
૧. અભ્યાસ માટેનું શેડ્‌યૂલ બનાવોઃ નિયમિત અભ્યાસ પર ભાર આપો અને અવકાશમાં આરામ અને મનોરંજનનો પણ સમાવેશ કરો. જે પણ કાર્ય કરવા બેસો તે સર્વશ્રેષ્ઠ કરો.
૨. આત્મવિશ્વાસ રાખોઃ દરેક નિષ્ફળતાને શીખવા માટેની તક સમજો. આત્મવિશ્વાસ પહાડ જેવો રાખવો જોઈએ. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તેમ તમારે પણ લક્ષ મેળવવા માટે સતત મહેનત કરવી જોઈએ છે. નિર્વ્યસની બનીને પૌષ્ટિક આહાર મેળવી અભ્યાસ કરવો જોઈએ.
૩. તંદુરસ્ત જીવનશૈલી અપનાવોઃ યોગ્ય આહાર, ઊંઘ અને વ્યાયામનો સમાવેશ કરો. સવારે નિયમિત પ્રાણાયામ કરો અને મનને પ્રફુલિત રાખી પોઝિટિવ થીંક સાથે વાંચો જે પણ વાંચો તેમાં હંમેશા શુભ વિચારો વ્યક્ત કરો. મને આવડશે જ એવા સંકલ્પ સાથે તૈયારી કરશો એટલે આવડી જ જશે.
૪. અન્યોથી પ્રેરણા લોઃ સહાધ્યાયી મિત્રો અને શિક્ષકોની મદદથી નવી પદ્ધતિઓ શીખો. ભારતના મિસાઈલમેન અબ્દુલ કલામે વિદ્યાર્થી અવસ્થા દરમિયાન કબૂતરને ઉડતું જોયુ તેમાંથી તેઓ દેશના મિસાઈલ મેન બન્યા. તેમણે લક્ષને પકડી લીધુ. ક્યારેક નવરા પડીએ ત્યારે મોટીવેશન સ્પીચ સાંભળવી જોઈએ. મારાથી આ બધું થઈ શકશે એવા જ ભાવો હૃદયમાં અંકિત કરીએ. વિદ્યાર્થી જીવનમાં પરીક્ષાઓ દરમિયાન ક્યારેક તણાવપૂર્ણ લાગી શકે, પરંતુ તે જીવનની મોટી સફળતાઓ માટેના પગથિયા છે. જો વિદ્યાર્થી શાંતિથી અને શિસ્તથી આ સમયગાળાને સહન કરે, તો તે સફળતા તરફ આગળ વધી શકે છે. તનાવને ક્યારે પણ તમારી આગળ પાછળ આવવા દેતા નહીં તે ઉધઈનું કામ કરે છે. હસતા રહો, મસ્ત રહો અને ભણતા રહો આ સૂત્ર હંમેશા જીવનમાં અપનાવી લો. સફળતા તરફનો માર્ગ અભ્યાસે લાવ્યા સપનામાં રંગ, શિસ્તે શીખવ્યો સમયનો નમ્ર સંગ. આત્મવિશ્વાસથી જીવન સરસ બને, ચિંતાને છોડો અને કરો સફળતા માટે જંગ. સૌ વાચક વર્ગને નૂતન વર્ષના વર્ષાભિનંદન શિક્ષણ થકી જ સમાજમાં સુધારો આવી શકે છે.
mo.૯૮૨૫૭૦૨૨૮૨