રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ શનિવારે પ્રયાગરાજમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ પર જારદાર નિશાન સાધ્યું. કેશવે કહ્યું કે વિપક્ષ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યો છે. તેની પાસે કોઈ વિઝન અને મિશન નથી. તેનો એકમાત્ર ઉદ્દેશ્ય કંવર યાત્રાની પવિત્રતાને અસર કરવાનો છે. ડેપ્યુટી સીએમ આઝાદ પાર્ક ખાતે વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરવા માટે આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યા બાદ તેઓ મીડિયાના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.
તેમણે કહ્યું કે સમગ્ર રાજ્યમાં ૩૬ કરોડ ૫૦ લાખ રોપાઓ વાવવામાં આવશે. પ્રયાગરાજમાં ૮૫ લાખ રોપા વાવવામાં આવશે. દરેક વ્યÂક્તએ આમાં ભાગ લેવો જાઈએ. પ્રયાગરાજની સાથે તેઓ કૌશામ્બીમાં વૃક્ષારોપણ અભિયાન પણ શરૂ કરશે. અખિલેશ યાદવના નિવેદન પર સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે વિપક્ષ પહેલા કંવરને લઈને ભગવાન શિવને જળ ચઢાવે. તેનાથી વિકૃતિ દૂર થશે.
સોમવારથી પવિત્ર સાવન માસનો પ્રારંભ થઈ રહ્યો છે. કરોડો ભક્તો ભગવાન શિવના વિવિધ મંદિરો અને જ્યોતિ‹લગોને જળ અર્પણ કરવા કંવર યાત્રા પર જાય છે. જે લોકો આના પર સવાલ ઉઠાવી રહ્યા છે તેઓ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે. કંવર યાત્રાની પવિત્રતાને અસર કરવા માટે ખોટા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. એક પ્રશ્નના જવાબમાં ડેપ્યુટી સીએમએ કહ્યું કે ભાજપ પેટાચૂંટણીમાં ફૂલપુર સહિત યુપીની તમામ સીટો જીતવા જઈ રહી છે.